Connect Gujarat
Featured

ભરૂચ: સ્ટીલ સિમેન્ટના ભાવ વધારા સામે બિલ્ડરો લાલઘૂમ,પ્રેસ કોન્ફરન્સમાં આ કરી મોટી જાહેરાત જુઓ

ભરૂચ: સ્ટીલ સિમેન્ટના ભાવ વધારા સામે બિલ્ડરો લાલઘૂમ,પ્રેસ કોન્ફરન્સમાં આ કરી મોટી જાહેરાત જુઓ
X

લોકડાઉન બાદ સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં સતત વધારો થતાં બિલ્ડર એશો.સહિતના સંગઠનો દ્વારા વિરોધ નોધાવવામાં આવ્યો છે અને આવતીકાલે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

લોકડાઉન બાદ માલનો સપ્લાય નિયંત્રિત કરી અને ભાવમાં સતત વધારો કરવામાં આવતાં સ્ટીલ અને સિમેન્ટના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓની મિલીભગતથી આ કૃત્રિમ ભાવવધારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ ક્રેડાઈએ દ્વારા કરવામાં આવ્યો છે અને આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં ક્રેડાઇના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓના ભાવ ‌વધારાને કારણે સિમેન્ટ બ્લોક,પેવરબ્લોક, સેનેટરી આઇટમ્સ વગેરેમાં પણ ભાવવધારો થયો છે. તેને કારણે મકાનનો બાંધકામ ખર્ચ વધ્યો છે. તે ધ્યાને લેતાં મકાનો- દુકાનોના ભાવોમાં 15થી 20 ટકાનો વધારો થઈ શકે છે.ગુજરાતની સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા પણ દેશના અન્ય રાજ્યોમાં ઓછી કિંમતો સિમેન્ટનું વેચાણ કરે છે જ્યારે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ન હોવા છતાં વધારે ભાવ વસૂલવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સિમેન્ટ ઉત્પાદક કંપની સામે કડક પગલાં લેવાની પણ માગ કરવામાં આવી છે અને આવતીકાલે તમામ સાઇટ પર હડતાળ પાડી હોદ્દેદારો દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Next Story